સાસુ આવ્યાં ઉઠી હરખે રે, વરને ઘુંઘટડામાં નિરખે રે; ૧/૧

૬૯                                        પદ-૧/૧/૬૬ રાગ ધોળ

(ઢાળ – મારી સાર લેજો અવિનાશી રે.)

સાસુ આવ્યાં ઉઠી હરખે રે, વરને ઘુંઘટડામાં નિરખે રે;

સાસુ પોંખે લઇ ધુંસરૂં રે, કે છે નેણાંથી ન્યારા ન કરૂં રે.       ૧

સાસુ પોંખે મુસળ લઇ રે, વરને નિરખી રાજી થઇ રે;

સાસુ પોંખે લઇ રવાયો રે, જેને વેદ પુરાણે ગાયો રે.          ૨

સાસુ પોંખે સંપુટ લઇ સરીયોરે, હરિવર નિરખી અંતર ધરિયો રે;

સાસુ પોંખે છે લઇ ત્રાક રે, હરિવર હસિયા જોઇને જરાક રે.    ૩

સાસુ ઈંડી પીંડી ઉતારે રે, હરિવર નિરખીને ઉર ધારે રે;

 

એમ વર કેશરીયો પોંખાય રે, પ્રેમાનંદ નિરખી રાજી થાય રે. ૪

મૂળ પદ

સાસુ આવ્યાં ઉઠી હરખે રે, વરને ઘુંઘટડામાં નિરખે રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0