ઉર વાધ્યો ઉર વાધ્યો આનંદ અપાર, ત્રિભોવનવાસી નર નારને રે. ૨/૩

 ૭૪                                         પદ-૨/૩/૬૬

ઉર વાધ્યો ઉર વાધ્યો આનંદ અપાર, ત્રિભોવનવાસી નર નારને રે.
પુજા લાવ્યાં પુજા લાવ્યાં તુલસીજીને કાજ, સજવા તે સોળ શણગારને રે.
બહુ મુલાં બહુ મુલાં રતન જડાવ, આભુષણ સાગર લાવિયા રે.
પધરાવ્યાં પધરાવ્યાં ઈંદ્ર આસનમાંય, વિશ્વકર્માયે કાંકણ પેરાવિયાં રે.
વેઢ વિંટી વેઢ વિંટી તે રતન જડાવ, આંગળીયે સુંદર શોભતી રે.
કર પોંચી કર પોંચીને ચુડીયું જડાવ, શોભે કરમાંહી મન લોભતી રે.
નાકે વાળી નાકે વાળી તે મોતીડે જડાવ, આપી ચંદ્રમાયે અતિ પ્રીતશું રે.
રૂડા મોતી રૂડા મોતીયે સમારી છે પાગ, ચંદ્રનારી રોહિણીયે રીતશું રે.
અજે આપ્યું અજે આપ્યું કમળ કરમાંય, સરસ્વતિયે મોતીહાર ધરાવિયા રે
 શેષ લાવ્યા શેષ લાવ્યા તે કુંડળ જડાઉં, પ્રેમાનંદ કહે પેરાવી કાજ સારિયાં રે.
 

મૂળ પદ

તુલસીજીને આવિયાં રે મોસાળાં; હીરા મોતી રતન પરવાળાં

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી