મંગળ ફેરા ફરે ત્રિભોવનરાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે; ૧/૧

૭૭                                            પદ-૧/૧/૬૬

(“પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણીરે” એ ઢાળ.)

મંગળ ફેરા ફરે ત્રિભોવનરાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે;

પહેલું મંગળ ફર્યાં વરકન્યા જોડ રે, ભીમકરાયે દીધી સોનામોર ક્રોડ રે.

બીજું મંગળ ફર્યાં વરકન્યા જ્યારે રે, દીધા અશ્વ દશ સહસ્ત્ર તે વાર રે;

ત્રીજું મંગળ ફર્યાં હરિ તુલસી દેવી રે, દીધી ગાયું દશ લાખ જોયા જેવી રે.

ચોથું મંગળ ફર્યાં તુલસી ભગવાન રે, દીધાં દશ સહસ્ત્ર હાથી કેરાં દાન રે;

ભીમકરાય બહુ મનના ઉદાર રે, દીધી દાસી સહસ્ત્ર સજી શણગાર રે.

ભીમકરાયે લીધો લાખેણો લાવ રે, દીધા રથ અયુત રતને જડાવ રે;

ભીમકરાયે કીધો મનમાં વિચાર રે, આવો અવસર નહિ આવે વારંવાર રે.

એમ જાણી આપી ભૂમી કરી પ્યાર રે, સુધી સારી શત જોજન વિસ્તાર રે;

 

ભીમકરાયે એમ કન્યાદાન દીધાં રે, પ્રેમાનંદ કહે જન્મ સફળ કરી લીધાં રે.

મૂળ પદ

મંગળ ફેરા ફરે ત્રિભોવનરાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0