એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર; ૧/૩

 ૭૮                                        પદ-૧/૩/૬૬ રાગ ધોળ

(ઢાળ- મારી સાર લેજો અવિનાશી રે.)
એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર;
વરકન્યા જમે કંસાર, ધન્ય નિરખ્યા તેના અવતાર.
કન્યા કોળિયો કરમાં લઇને, આપે હરિ મુખમાં ધિરી રહીને;
આપે કન્યાના મુખમાં હરિ, નિરખે સુર નર મુનિ નેણાં ભરી.        ૨
લાડીએ તે કૌતક કીધું, હરિને હાંસી કરીને સુખ લીધું;
વાળી કોળિયો મુખમાં દીધો, મુખમાં દેતાં પાછો તાણી લીધો.      ૩
જન હસ્યા તે હરિ શરમાણા, શોભા જોઇને નેણાં લોભાણાં;
વળતો વાળ્યો હરિએ દાવ, જોવા જનને ઘણો ભાવ.                 ૪
કરમાં કોળિયો લઇ હરિ રાય, મોંમાં દેતાં દીધો આંખ માંય;
હસ્યાં વર પક્ષનાં નર નારી, લજ્યા પામ્યાં ભીમક સુકુમારી.      ૫
સાસુ આવ્યાં ધોવરાવવાને હાથ, ચળુ કરે ત્રિભોવન નાથ;
સાસુ હાથ ધોવરાવીને ચાલ્યાં, હરિએ હસીને ચીર તાણી ઝાલ્યાં.૬
 આપ્યો સાસુએ મોતીનો હાર, જાયે પ્રેમાનંદ બલિહાર.             ૭
 

મૂળ પદ

એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી