જમો જમો હરિ કંસાર રે, લાજ રાખશોમાં લગાર રે; ૨/૩

૭૯                               પદ-૨/૩/૬૬ – રાગ ધોળ
 
જમો જમો હરિ કંસાર રે, લાજ રાખશોમાં લગાર રે;જમો કંસાર જગદાધાર રે, અમે ગાઇએ ગુણ કરી પ્યાર રે.            
અમને સાચું કેજો હરિ આપ રે, લોક કે છે તમારે બે બાપ રે;તમારાં માબાપ રૂડા રૂપાળાં રે, તમે તાવડી જેવા કેમ કાળા રે.       
સહુથી ઉંચું કુળ તમારૂં રે, તમે રીંછ ઘેર પરણ્યા શા સારૂં રે;તમે જાદવ કુળના ભૂપ રે, શું મોહ્યા રીંછડીને રૂપ રે.                  
તમને પોંખ્યા હશે કેમ કરી રે, કરડ્યા હશે રીંછડીયે હરિ રે;તમને કન્યા કુણે નવ દીધી રે, કુબજા પટરાણી કીધી રે.              
તમને લાજ તો ન મળે શ્યામ રે, પરણ્યા ગોત્ર માંઇ સત્ઉભામ રે;તમારા ગુણનો ન પામીયે પાર રે, પ્રેમાનંદ જાયે બલિહાર રે.          ૫ 
 

મૂળ પદ

એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0