આ જાદવ કુળના અધિપતિ, બોલે માધવ હો બાઇ જાદવ ૩/૩

 ૮૦                                    પદ-૩/૩/૬૬ રાગ ધોળ

આ જાદવ કુળના અધિપતિ, બોલે માધવ હો બાઇ જાદવ.
એને સેવે મોટા મુનિ મહામતિ-                                                              બોલે. ૧
એમાં અકલ તો કાંઇ ઝાઝી નથી-બોલે૦ શુ સમજી વરી કમલા પતિ-           બોલે૦ ૨
આ જગમાં એવું કોઇ ના કરે બોલે૦ આવું નીદિંત દેહ તે ના ધરે –            બોલે૦ ૩
આ તો માછલાં કાચબા થઇ રમ્યાબોલે૦ આ તો ભુંડ તનુ ધરી વન ભમ્યા બોલે૦ ૪
એણે સાવજનો દેહ ધારીયો બોલે૦ એણે હરણાં કંસને મારીયો –               બોલે૦ ૫
એ તો કપટ રૂપ ધરી વામન - બોલે૦ કીધું બલી રાજાનું પાવન –                બોલે૦ ૬
એણે ફરસી લઇ પૃથ્વી ફરી બોલે૦ કીધી એક્વીશ વાર નક્ષત્રી –               બોલે૦ ૭
થઇ રામ જગત જસ થાપિયા બોલે૦ સુર્પનખાનાં નાક કાન કાપિયાં –        બોલે૦ ૮
હવે જાદવ કુળે જનમિયા બોલે૦ મેલી મા બાપને ગોકુળ ગીઆ –              બોલે૦ ૯
એ તો ત્યાં જઇને અઢળક ઢળ્યા બોલે૦ પહેલા માસી પૂતનાને મળ્યા –      બોલે૦ ૧૦
વળતી કેતાં થાકાં મન વાણી રે - બોલે૦ એમની કીર્તિ વ્યાસે વખાણી રે     બોલે૦ ૧૧
 એ તો સર્વે ગુણના ભરિયા રે બોલે૦ પ્રેમાનંદે અંતરમાં ધરિયા રે –           બોલે૦૧૨
 

 

મૂળ પદ

એમ વરત્યાં તે મંગળ ચાર, હરિ પરણ્યા તુલસી કરી પ્યાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી