પરણી ઉભારે વર કન્યાની જોડ, માંડવડે બહુ શોભતા; ૧/૧

૮૧                                         પદ-૧/૧/૬૬ રાગ ધોળ

(સુખ દાયક રે સ્વામી સહજાનંદ)

પરણી ઉભારે વર કન્યાની જોડ, માંડવડે બહુ શોભતા;

સર્વે પૂર્યા રે ભૂપ ભીમકના કોડ, સુરનર મુનિ મન લોભતા.           ૧

ઉલંઘ્યાં રે પ્રભુ પરવત સાત, વેદ વિધિયે કરી પ્રીતશું;

વંદન દીધાં રે સૂરજને સાક્ષાત, વર કન્યાયે રસ રીતશું.              ૨

કરાવ્યા રે ધરૂ તણાં દરશન, અવિચળ રહેવા જોડી શામની;

આપે વિપ્ર રે રૂડાં આશિર્વચન, વધાવે અક્ષત લઇ ભામિની.          ૩

આવ્યા સરવે રે કન્યા વરના સંબંધી, ચાંદલો કરવાને કારણે;

આપ્યા અંબર રે રત્ન ભુષણ વંદી, જાય વાલાજીને વારણે.           ૪

હરિયે દીધાં રે દ્વિજવરને તે દાન, કંચનમણિ રતન આપીયાં;

 

પ્રેમાનંદ કહે રે કીધાં બહુ સનમાન, વાંછિત આપી દુ;ખ કાપિયાં.      ૫

મૂળ પદ

પરણી ઉભારે વર કન્યાની જોડ, માંડવડે બહુ શોભતા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
0
0