૮૭ પદ-૧/૧/૬૬ રાગ ધોળ
રે હરિ કેજ્યો અમારા જઇ રામરામ;
રામ રામ રામ રામ રામ રામ રે, હરિ સઉનાં તે લઇ લઇ નામ નામ.૧
નામ નામ નામ નામ નામ નામ રે, હરિ કે જો તે વિગતે સહુને;
સઉને સઉને સઉને રે તમારી, વાલી તે રીંછડી વહુને. ૨
વઉને વઉને વઉને રે હરિ, બીજી તમારી પટરાણીયો;
રાણીઓ રાણીઓ રાણીઓ રે તમે, જ્યાં ત્યાંથી ઝુંટીને આણીયો. ૩
આણીયો આણીયો આણીયો રે તમે, જાત ભાત કોઇની ન ગણી;
નગણી નગણી નગણી રે લાવ્યા, રીંછડી રૂપાળી રૂપની મણી. ૪
નિમણી નિમણી નિમણી રે એને, હરિ ભાભી તમારી ઓળખી ખરી;
ખિખરી ખિખરી ખિખરી રે, હળમાં તાણી ટુંકી કરી. ૫
કિકરી કિકરી કિકરી રે હરિ, બહેન તમારી બહુ ગુણ ભરી;
ગુણ ભરી ગુણ ભરી ગુણ ભરી રે, એતો જોગી સાથે ચાલી નીસરી. ૬
નિસરી નિસરી નિસરી રે તમારી, ફઇને તો જાઇએ બલિહારીયે;
હારિયે હારિયે હારિયે રે એક, પુત્ર તો જાયો કુંવારીયે. ૭
વારિયે વારિયે વારિયે રે બીજાં, નામ લેતાં સકુંચાઇએ;
ચાઇયે ચાઇયે ચાઇયે રે, સમજી મનમાં ને હરખાઇએ. ૮
ખાઇયે ખાઇયે ખાઇયે રે હરિ, કુલ તમારૂં અતી પાવન;
પાવન પાવન પાવન રે સર્વે, પાપના પુંજ નસાવન. ૯
સાવન સાવન સાવન રે એવા, ગુણ તમારા ગાયે સાંભળે;
સાંભળે સાંભળે સાંભળે રે, પ્રેમાનંદ કહે પાપ તેનાં બળે. ૧૦