આજ જનમ સુફળ થયો મારો રે, ઘનશ્યામ વરી ૨/૨

 ૧૧૯                                      -:: પદ -૨/૨/૧૮ ::-

આજ જનમ સુફળ થયો મારો રે, ઘનશ્યામ વરી, મળ્યા નટવર નંદ દુલારો રે, ઘનશ્યામ વરી.        ૧
મારાં પુણ્ય તણો નહિ પાર રે, ઘનશ્યામ વરી, પરણી અખિલ ભુવનના આધાર રે, ઘનશ્યામ વરી.    ૨
મનવૃતિ મોહન સંગ જોડી રે, ઘનશ્યામ વરી, આશ સર્વે જગતથી તોડી રે, ઘનશ્યામ વરી.               ૩
મને મળ્યા સહજાનંદ સ્વામી રે, ઘનશ્યામ વરી, સર્વે તીરથનું ફળ હું પામી રે, ઘનશ્યામ વરી.          ૪ 
દાસ ગોપાલ કહે શિશ સાટે રે, ઘનશ્યામ વરી, અંગ અર્પ્યું હરિને માટે રે, ઘનશ્યામ વરી.                 ૫
 

મૂળ પદ

વરિ લ્યોને વિઠ્ઠલવર, અવસર આવ્યો રૂડો જો,

રચયિતા

ગોપાલદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી