અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે ૧/૧૫

  ૧૨૪ ધોળ રાગ -:: પદ-૧/૧૫/૧૫ ::-
(સર્વે સખી જીવન જોવાને ચાલો રે- એ ઢાળ)
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે.    ૧
માયામાંથી નિસરવા નવ પામે રે, કોટિ કલ્પે મનુષ્ય જન્મ નહિ આવે રે.      ૨
વાચકતા જ્ઞાને બ્રહ્મ શીખીને લીધો રે, મૂર્ખાઇમાંથી નર દેહ ખોટો કીધો રે.     ૩
બ્રહ્મ થઇને અધર્મ કરે છે અપાર રે, મુવા કેડે ખાય છે જમના માર રે.             ૪
વેદે માર્ગ બાંધ્યો તે તોડીને વર્તે રે, દાસ ગોપાલ કહે પાપી તે સૌ કરતે રે.     ૫

મૂળ પદ

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

રચયિતા

ગોપાલદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી