અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે ૩/૧૫

૧૨૬ -:: પદ-૩/૧૫/૧૫ ::-
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે.               ૧
બ્રહ્મ જ્યોતિ એ છે તે જ નિરાકાર રે, એને વિષે પુરુષોત્તમ છે સાકાર રે.   ૨
દિવ્ય સિંહાસને બેઠા કરી વાસ રે, કોટિ સૂર્ય સરખો છે એનો પ્રકાશ રે.    ૩
દિવ્ય મૂર્તિ સર્વનું કારણ જાણો રે, એના તેજે અજ્ઞાની જીવ ભરમાણો રે ૪
પુરુષોત્તમ વિના કર્તા નથી કોઇ રે , દાસ ગોપાલ કહે પ્રગટને જોઇ રે.   ૫
 

 

મૂળ પદ

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે

રચયિતા

ગોપાલદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી