હરિ તારા આશ્ચર્ય છે રે અપાર એનો કોઇ પામી શકે નહિ પાર ૧/૧

હરિ તારા આશ્ચર્ય છે રે અપાર,
એનો કોઇ પામી શકે નહિ પાર...ટેક
સાયન્સ એમાંગોથા ખાય છે, વિચારે વિચારવાનજી,
નવું નવું એમાં નીકળ્યા કરે, માપ વિનાનું જ્ઞાન...હરિ૦ ૧
અનેક આશ્ચર્યમાં માનવદેહની, ભારે અનોખી વાતજી,
ઉપર ચામડું મઢ્યું ન હોત તો, કાગડા ઠોલી ખાત...હરિ૦ ૨
જુદી જુદી ગ્રંથી દેહમાં, સ્રાવો કરે છે અનેકજી,
અનેક રસાયણો પેદા કરે છે, નાનીસી ગ્રંથી એક...હરિ૦ ૩
મગજમાં તો ગોઠવ્યું એવું, ન પડે કોઇને ગમજી,
જેમ છે એમ કોઇ જાણી ન શકે, એવું કર્યુ છે અગમ...હરિ૦ ૪
સહજાનંદજી સ્વામી મારા, જ્ઞાનતણા રે દાતારજી,
ચપટી તારા દીધેલ જ્ઞાનથી, જીવ જાણે છે લગાર...હરિ૦ ૫

મૂળ પદ

હરિ તારા આશ્ચર્ય છે રે અપાર

મળતા રાગ

કળા અપરંપાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી