મારા હરિ ગુરૂદેવ દયા કરી, કાંઇક આપી છે આજ્ઞા એહ રે ૧/૧

 મારા હરિ ગુરૂદેવ દયા કરી, કાંઇક આપી છે આજ્ઞા એહ રે

એવા ગુણલા ગાવા રે ગુરુદેવના, બહુ કરીયા છે રે વખાણ મારા...        હરિગુરુ૦

શેષ રટે સહસ્ર મુખથી, જુગલ જીભાયે આઠું જામરે

એક રે જીભાના જે કોઇ માનવી, તેને કેમ રે પામવો વિરામ રે ... હરિગુરુ૦

 જ્યાં લગી જીવતર આ જનનું, રહે દેહ પીડામાં જોને પ્રાણ રે

વારંવાર કરીને વખાણ રે, એવા ગુણલા ગાવારે ગુરુદેવના ...    હરિગુરુ૦

સગુણ મૂરતિ મહારાજની, નરતન ધારીને વિચરે મારા નાથ રે

દેહના ચરિત્રે ચિત્તે ચિંતવી, સદાય ગાવા એ અમને આશિષ રે ... હરિગુરુ૦

એહ જપ તપ ને તીરથ છે, એ છે કાંઇ સ્મરણ ને વળી ધ્યાનરે

નયણે નિરખીને રૂપ નાથનું, જનને કરવું રે એવું ગુણગાનરે ...   હરિગુણ૦

વિસ વિસાજો એક વાત છે, સાંભળો સગુણ ઉપાસી જન રે

નિષ્કુળાનંદ કહે માર નાથના, ગુણ ગાવા એહ અમને આશિષ રે ...       હરિગુરુ૦

મૂળ પદ

મારા હરિ ગુરૂદેવ દયા કરી, કાંઇક આપી છે આજ્ઞા એહ રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી