માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે ૧/૮

રાગ : ધોળ પદ-૧

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે,

કરી જતન દિવસ રાત, સુતાં બેઠાં સંભાળજ્યો રે.          ૧

સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજ્યો રે,

રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજ્યો રે.   ૨

લઇબેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે,

નહિં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજ્યો એ મર્મને રે. ૩ 

આજ પામ્યા છો આનંદ, વામ્યા દારૂણ દુઃખને રે,

એમ કહે નિષ્કુળાનંદ, રખે મુક્તા એવા સુખને રે.         ૪

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી