ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઇનેરે ૨/૮

 પદ-૨
 
ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઇનેરે, અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઇનેરે.        
અતિ થઇને દીન આધીન, નિત્ય નમાવે શિશનેરે,લગની લગાડી લે’લીન, જોઇ રહ્યા છે જગદીશનેરે.             ૨ 
એવા મુક્તને મળવા કાજ, મોટા ઇચ્છે છે મનમાંરે,શિવ બ્રહ્મા ને સુરરાજ, તે તો તલસે છે તનમાંરે.                   ૩ 
એવા દેવતાનાં દરશન, થાતાં નથી થોડી વાતમાંરે,નિષ્કુળાનંદ વિચારો મન, આવો રહસ્ય બેસી એકાંતમાં રે .  ૪ 

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી