કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જુજવી એ જાત છેરે, ૩/૮

પદ-૩
 
કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જુજવી એ જાત છેરે,
મર આપીયે સોસો શિશ, તોએ વણ મળ્યાની વાત છેરે.       ૧ 
કિયાં કીડી કરી મેળાપ, ભેળા થાવા ભારે ભેદ છેરે,
કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છેરે. 
અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિક-નેરે,
તે તો દયા કીર ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકનેરે.        
તૈયે થાય એનો મેળાપ, જ્યારે નરતન ધરે નાથજીરે,
કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજીરે.             ૪ 

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી