કૃપાનિધિ પોઢીએ બ્રજરાજ કૃપાનિધિ પોઢીએ બ્રજરાજ ૩/૪

કૃપાનિધિ પોઢીએ બ્રજરાજ, કૃપાનિધિ પોઢીએ બ્રજરાજ ;
પલંગ બિછાયો પ્રેમ કરીને, કાન કુંવર તમ કાજ.               કૃ૦ ૧
દિવસમાં કીધો જોર દાખડો, અશ્વ ફેરાવ્યા આજ ;       
મોહન પધારો રંગ મોહોલમેં, યું કહે સંત સમાજ.          કૃ૦ ર
મોતીડે કરી મંડપ છાયો, સેજ મનોહર સાજ ;   
અદ્‌ભુત શોભા દેખ ભવનની, રતિ પતિ રહેવે લાજ.       કૃ૦ ૩
દીનાનાથ દીનના બંધુ, સકલ ભુવન શિરતાજ ; 
બ્રહ્માનંદ કહે થઇ વેળા, સુણીએ ગરીબ નિવાજ.           કૃ૦ ૪ 

મૂળ પદ

મોહોલ રંગ પોઢીએ ગિરિધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી