એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવિયે રે ૫/૮

 પદ-૫

એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવિયેરે,
શીદ ડો’ળીને ડહાપણ, સમઝુ શાણા હસાવિયે રે. ૧ 
જેણે રચ્યું આ જગત, જોને જુજવી જાત્યનું રે,
જોતાં મુઝાઇ જાય મત, એવું કર્યું ભાતભાત્યનું રે.
એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણિયે રે,
વણકર્યે એ વિવેક, શીદ અભિમાન આણિયેરે .
મેલી ડા’પણ ભોળાપણ, રહિયે દાસના દાસ થઇને રે,
કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઇને રે. ૪ 

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી