જે જે હરિયે કરિયું હેત, એવું કરે કોણ આપણે રે ૬/૮

પદ-૬
 
જે જે હરિયે કરિયું હેત, એવું કરે કોણ આપણે રે,
માત તાત સગાં સમેત, માન્યાં સનેહી ભોળાપણેરે.        ૧ 
જોને ગર્ભ વાસની ત્રાસ, ટળે કેમ ટાળી કોયનીરે,
તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયનીરે.
વળી સમેસમે સંભાળ, જાણો કરે હરિજનનેરે,
બીજું એવું કોણ દયાળ, કાંરે મનાય નહિ મનનેરે.        ૩ 
એમ સમઝ્યા વિના જન, આવે ઉનમત્તાઇ અંગમાંરે,
કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાંરે.       ૪ 

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી