જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છઉં કોઇ કામનોરે ૭/૮

પદ-૭
 
જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છઉં કોઇ કામનોરે,
ત્યારે કો'ને વાધ્યો કુણ, લેતાં આશરો સુંદર શ્યામનોરે. ૧ 
જ્યારે કદી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારનેરે,
ત્યારે મળ્યો માયાને લાગે, ખરો કરવા ખુવારનેરે.
પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું હતું આ જગમાંરે,
તેતો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઇ ઠગમાંરે. ૩ 
એવા મૂરખની મીરાંત, એને અર્થે નથી આવતીરે,
કહે નિષ્કુળાનંદ વાત, હરિભક્તને મન ભાવતીરે. ૪ 

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી