આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાંરે ૮/૮

 પદ-૮

આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાંરે,
ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમઝી રહે સત્સંગમાંરે.
થઇ ગરીબ ને ગર્જવાન, શિષ્ય થઇ રહે સર્વનોરે,
મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનોરે.
ખોળી ખોટ્ય ન રાખે કોઇ, ભલી ભક્તિ ભજાવવારે,
એક રહે અંતરમાંઇ, તાન પ્રભુને રિઝાવવારે. ૩ 
એવા ઉપર શ્રીઘનશ્યામ, સદા સર્વદા રાજી રહેછેરે,
સરે નિષ્કુલાનંદ કામ, એમ સર્વે સંત કહેછેરે.

મૂળ પદ

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં હારજ્યો રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી