અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય ૧/૧

 રાગ : મેવાડો : પદ - ૧

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય;
શ્રીહરિ આવી રે પાસ ઉભા રહે રે, એમ પ્રભુ કરે છે જનની સહાય.      અંત...૧
પાર્ષદ સોતા રે બેઠા છે વિમાનમાં રે, આવા જૂવે પ્રગટ હરિ હરિદાસ;
દિવ્ય સ્વરૂપે રે તેજ વિમાનમાં રે, ભક્તને તેડી બેસારે છે પાસ.          અંત...૨
તે હરિજનને રે પ્રભુ નિજધામમાં રે, પ્રેમે કરી પોં'ચાડે તતકાળ;
મહામુનિવરને રે વાંછિત જે ગતિ રે, ભક્તને આપે જન પ્રતિપાળ.       અંત...૩
મરણ સમયમાં રે સૌ હરિભક્તને રે, એમ હરિ આપે દર્શન દાન;
કોય કોય વેળા રે અભક્તને પણ રે, અંતકાળે દિવ્ય ભાસે ભગવાન.   અંત...૪
આશ્ચર્ય દેખી રે દૈવી જીવને રે, શ્રીહરિમાં સંશયનો થયો નાશ;
મુક્તાનંદ કહે છે રે હરિકૃષ્ણ દીનેશને રે, શરણે તે આવ્યા કરી વિશ્વાસ.અંત...૫
 

મૂળ પદ

અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી