પ્રબલ પ્રતાપ પ્રકાશિયો, સહજાનંદ સ્વામી ૧/૧

રાગ : રામગ્રી : પદ - ૧

પ્રબલ પ્રતાપ પ્રકાશિયો, સહજાનંદ સ્વામી;

અનંત પતિત ઉદ્ધારવા, પ્રગટ્યા બહુનામી. પ્રબલ... ૧

ત્યાગી હજારો શિષ્ય તે, સેવે કરી પ્રીતિ;

વચન પ્રમાણે રહે સદા, તજી અસત્ય અનીતિ. પ્રબલ... ૨

એમ જ ગૃહસ્થ અનંત તે, પ્રભુપદ અનુરાગી;

સામગ્રી લઇ સ્વામીને, સેવે તે બડભાગી. પ્રબલ... ૩

ધર્મનિષ્ઠ સૌ સુંદરી, ભક્તિ વશ ભારી;

તે પણ સેવે સ્વામીને, રહે અતિ અવિકારી. પ્રબલ... ૪

ધર્માદિક હરિ સેવામાં, રહે સુર તનુધારી;

 

મુક્તાનંદ કહે એમ સર્વેને, ચઢી છે પ્રેમ ખુમારી. પ્રબલ... ૫

મૂળ પદ

પ્રબલ પ્રતાપ પ્રકાશિયો, સહજાનંદ સ્વામી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી