આજે આ શ્રીઘનશ્યામ મૂર્તિ દ્વારે રે, પ્રભુ નિજ જન કેરાં કાજ સર્વ સુધારે રે ૧/૧

 રાગ : ગરબી : પદ - ૧

આજે આ શ્રીઘનશ્યામ મૂર્તિ દ્વારે રે,
પ્રભુ નિજ જન કેરાં કાજ સર્વ સુધારે રે.                  ૧
કોઇને મૂર્તિમાં પ્રગટ પ્રમાણ દર્શન આપે રે,
કોઇનું મન ખેંચી નિજ રૂપમાં દૃઢ સ્થાપે રે.            ૨
કોઇ બહુવિધનાં નૈવેદ્ય અર્પે છે આણી રે,
તેને ગ્રહણ કરે તતકાળ ભાવ જાણી રે.                  ૩
કોઇનું દૂધ પીવે હરિ આપ મૂર્તિ રૂપે રે,
કોઇનો ગ્રહણ કરે છે હાર ભાવ અનુપે રે.                ૪
આવા મૂર્તિ દ્વારે દિવ્ઉભાવ જણાવે રે,
નિજ ભક્તને શ્રી ઘનશ્યામ લાડ લડાવે રે.             ૫
આજે મૂર્તિમાં કીધો નિવાસ નિજજન કાજે રે,
કહે મુક્તાનંદ શ્રીહરિકૃષ્ણ પ્રગટ બિરાજે રે.            ૬
 

મૂળ પદ

આજે આ શ્રીઘનશ્યામ મૂર્તિ દ્વારે રે, પ્રભુ નિજ જન કેરાં કાજ સર્વ સુધારે રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી