આવો હરિ મંદિરીએ મારે, કુંવર રંગીલા કાનજી, મોહી છોગલિયે તારે ૧/૪

આવો હરિ મંદિરીએ મારે;
	કુંવર રંગીલા કાનજી, મોહી છોગલિયે તારે...આવો૦ ૧
આંગણે મારે આવજો, તમે સાંજ સવારે;
	સુખ થાય છે શામળા, તમને જોઉં છું જ્યારે...આવો૦ ૨
સાસુ સસરો સહુ મળીને, મુજને નિત્ય વારે;
	જીવન તમને જોઈને, એની શંકા તે કોણ ધારે...આવો૦ ૩
તોડી સહુ સંસારથી રે, જોડી તમ હારે;
	બ્રહ્માનંદના વાલમા, હવે જાણ્યું જગ સારે...આવો૦ ૪
 

મૂળ પદ

આવો હરિ મંદિરીએ મારે, કુંવર રંગીલા કાનજી

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી