આજ મારો જનમ સુફલ થયો આલી, છેલછબીલો આવ્‍યા મારે મંદિરે ચાલી રે ૨/૪

આજ મારો જનમ સુફળ થયો આલી,
	છેલછબીલો આવ્યા મારે મંદિરે ચાલી રે	...આજ૦ ૧
માથે મુગટ ગળે મોતીડાંની માળા, 
	ચિત્તડાંને ચોરે એનાં નયણાંના ચાળા રે	...આજ૦ ૨
જરકસી પાઘ કેસરિયે રે વાઘે, 
	અલબેલો આવી ઊભા નયણુંને આગે રે	...આજ૦ ૩
હેત કરી હસીને તાળી રે લીધી, 
	કરુણા કરીને મુને સોહાગણ કીધી રે	...આજ૦ ૪
બ્રહ્માનંદનો સ્વામી શ્યામળિયો, 
	આજ મારો વહાલો આવી અઢળક ઢળિયો રે...આજ૦ ૫
 

મૂળ પદ

આજ હું આવી છું મુખ માવાનું જોવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી