૬૨૫ પદ-૧/૪ રાગ ગરબી
ઓરા ઓરા આવો રે - એ ઢાળ છે.
કહું વાત અલૌકિક રે સાંભળ સૈયર મારી II
મુક્તિના મારગની રે, ઉઘાડી દઉં બારી રે II ૧ II
બ્રહ્મમોલના વાસી રે ભૂતલ નર દેહ ધરી II
મુનિમંડલ સંગે રે લીલા અદ્ભુત કરી II૨II
ઉનમત્ત ગંગામાં રે નાતા વાલો જઇને II
બેસતા ખળખળિયે રે, અંગ ઉઘાડા થઇને II૩II
કાન નાક દાબીને રે, ડબકી દેતા હરિ II
ચાલતા જલ માથે રે જેમ ફણા શેષ ધરી. II૪II
પડી વેતે પુરે રે, સખા બહુ તણાતા. II
તેને જોઇ જોઇ ને રે, જીવન રાજી થતા. II૫II
પેરતા પિતાંબર રે, નિસરીને જલ બાર II
ચાલતા ધીરે ધીરે રે, ઘોડે થઇ અસવાર II૬II
શ્રીનગર માઇ રે, હોરી ખેલતા હરિ II
રંગ નાખતા રસિયો રે થાળી ભરી ભરી. II૭II
મુનિ મંડળ સોતા રે, રંગે થઇને રાતા. II
કરીને અસવારી રે, સાભર નાવા જાતા. II૮II
નારાયણ ઘાટે રે નાતા નટવર જઇને . II
નીર વેતા ગંગાના રે, રંગે રાતાં થઇને II૯II
એવા દીઠા તે દિન રે, હું તો આનંદ પામી. II
ઘનશ્યામ સલૂણો રે, ભૂમાનંદનો સ્વામી II૧૦II