ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં અવતરિયાં નરનારી રે ૩/૪

ધન્ય ભાગ્ય જે ધર્મવંશમાં, અવતરિયાં નરનારી રે ;
સરજણહાંરે સગાં જેને માન્યાં, મહિમા તે વાધ્યો ભારી રે.
દર્શન એનાં અતિશય દુર્લભ, પરસે તે પાતક જાવે રે ;
પૂરણ પુણ્ય હોય જે પ્રાણી, તે ઘરમાં પધરાવે રે.
મહામંત્ર દઇ મરમ બતાવે, મેહેર કરે જેને માથે રે ;
દેહ છતે તે મુક્ત કેહેવાયે, સંબંધ થાય હરિ સાથે રે.
એનું શરણ લિયે જે પ્રાણી, ભવ દુઃખથી તે છૂટે રે ;
અક્ષરધામનો થાય નિવાસી, અવિનાશી સુખ લૂંટે રે.
રામપ્રતાપ ને ઇચ્છારામ બેઉ, સતસંગમાં સુખદાઇ રે ;
બ્રહ્માનંદ કહે શી રહી બાકી, ભૂધરજીના ભાઇ રે.

મૂળ પદ

બલિહારી ઘનશ્યામ સુંદરની

મળતા રાગ

પાછી આપો તમારો પાડ રે મારી ધોરાજીની ધાબળી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત (સ્વરકાર)

Live
Audio
0
0