આ જોને અલબેલો મારે આંગણે ઉભા આવી રે ૩/૪

 ૬૪૭      પદ-૩/૪

આ જોને અલબેલો મારે II
આંગણે ઉભા આવી રે                     II આ II
મોહનવર મળવાને મુને II
નૌતમ વેશ બનાવી રે                    II આ II ૧II
ગજરા બાજુ ગુચ્છ ગુલાબી II
તોરે પાઘ શોભાવી રે                      II આ II ૨ II
દેહ ધર્યાનું ફળ આજ મળ્યું II
મનની ઇચ્છા ફાવી રે                     II આ II ૩ II
ભૂમાનંદના વાલાની હું II
 આજ દિવસથી કાવી રે                 II આ II ૪ II

મૂળ પદ

ચાલોને જીવનને જોવા જમુનાને તીર રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી