મોહન તમને મળવાને તલફે મારું મન, મંદિર માલોને ૧/૪

૬૪૮    પદ-૧/૪ રાગ ગરબી

ધર્મકુંવર ઘનશ્યામજી  - એ રાગ

મોહન તમને મળવાને II તલફે મારું મન, મંદિર માલોને II

વાલા તારે વિજોગે II અમને ન ભાવે અન II મં II ૧ II

રાત દિવસ રાખું તમને II કરી હૈયાનો હાર II મંII

પ્રાણ થકી પ્યારા મુજને II નેણુંનાં શણગાર II મં II ૨II

તમ વિના ત્રિલોકમાં II નથી અમારે કોઇ II મં II

માથે છેડો નાંખ્યો મેં II જીવન તમને જોઇ II મં II૩II

વાલા જોઉ વાટલડી II ઉભી આઠુ જામ II મં II

જોબન મારું જાય વયુ II કંઇ ન આવે કામ II મં II૪II

તુચ્છ જાણી મેં તો ત્યાગી II લોકડીયાની લાજ II મં II

 

ભૂમાનંદના વાલીડા II  તમ સંગ રમવા કાજ II મં II૫II

મૂળ પદ

મોહન તમને મળવાને તલફે મારું મન, મંદિર માલોને

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
1
0