આ જો સખી આવ્યા હરિ બ્રહ્મમોલના વાસી ૧/૫

 ૬૫૨           પદ-૧/૫ રાગ ગરાબી

ગોરસ લઇને ગોપિકા ચાલી.-એ ઢાળ
આ જો સખી આવ્યા હરિ II બ્રહ્મમોલના વાસી II
નરદેહ ભુતળમાં ધરી II અગોચર અવિનાશી                     II ૧ II
શામવેદી સરવરીયા II હરિપ્રસાદ તાત II
ધર્મકુલે ઉદય થયા II પ્રેમવતી માત                                     II ૨ II
છપૈયા સરવાર માંય છે II  સરજું ગંગાને તીર II
ચૈત્ર શુક્લ નૌમીની II રાતે જનમ્યા ધીર                                 II ૩ II
જનમ ઉછવને સમે II વધાયું વાજી II
ગાવે મંગળ રંગે રમે II રયું ગગન ગાજી                                II ૪ II
આવી ગોલોકથી સુરભી II ધરા દુધે સીંચી II
વાગ્યા વેમાનુમાં દુદંભી II આવ્યા શિવ વિરંચિ                        II ૫ II
દેવ મુનિવર આવિયા II સનકાદિક સાથ II
 કોમલ ફૂલે વધાવિયા II ભૂમાનંદનો નાથ                               II ૬ II
 

મૂળ પદ

આ જો સખી આવ્યા હરિ બ્રહ્મમોલના વાસી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી