અષ્ટ વરસ ખેલતે થયા પામ્યા યજ્ઞોપવિત ૩/૫

 ૬૫૪       પદ -૩/૫

અષ્ટ વરસ ખેલતે થયા II પામ્યા યજ્ઞોપવિત II
જન ઉપર આવી દયા II રાખી જોગીની રીત               II ૧ II
અષ્ટાંગ યોગ સિદ્ધ કરી II  સમાધી સુત્રધાર II
બ્રહ્મવિદ્યા બુદ્ધિમાં ધરી II બત્રીસ પ્રકાર                        II ૨ II
અષ્ટસિદ્ધિ આવીને વર્યા II નવનિધિને ધારી II
સરિત આશ્રમ સર્વે ફર્યા II તીરથ અઘહારિ                  II ૩ II
સોરઠ મધ્યે સોહામણો II રેવતાચલ રાજે II
જાણી નિવાસ સિંધુ તણો II આવ્યા જોવા કાજે             II ૪ II
મુક્ત અનંત ત્યા મળ્યા II  રામાનંદ આદિ II
પુરુષોત્તમ તેણે કલ્પ્યા II સોંપી શ્રેયની ગાદી               II ૫ II
સર્વે ત્યાં ભેળા થયા II વૈકુંઠનો સાથ II
 કરી નિવાસ તેમાં રયા II ભૂમાનંદનો નાથ                  II ૬ II
 

મૂળ પદ

આ જો સખી આવ્યા હરિ બ્રહ્મમોલના વાસી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી