અષાઢે ચહુ દિશ ચમકે વિજ, ગાજે મેહુલા ઝરે રે લોલ ૨/૧૨

 ૬૫૮            પદ-૨/૧૨

અષાઢે ચહુ દિશ ચમકે વિજ, ગાજે મેહુલા ઝરે રે લોલ II
બપૈયા બોલે દાદુર મોર, કોકિલ ટૌકા કરે રે લોલ                    II ૧ II
કોરે મારું કાળજ એના બોલ, અંતરમાં ઉંડા ગરી રે લોલ II
મળી અતિ ઘોર અંધારી રાત, વિતે સેણે કરી રે લોલ              II ૨II
જોને નવજોબન એળે જાય, પીયુ ક્યારે મળું રે લોલ II
વિરહનો અંતર અતિ તાપ, તેણે હું તો બળું રે લોલ                 II ૩II
દેખી ઘન સજીને શણગાર, ધરા નિલી થઇ રે લોલ II
 નાવ્યા હજી ભૂમાનંદનો નાથ, તેણે હું સુકી રઇ રે લોલ           II ૪II

મૂળ પદ

જેઠે જુવતીના જીવન પ્રાણ, મેલી મથુરા ગયા રે લોલ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી