રૂડી મોક્ષદા પુણ્યરૂપ એકાદશી આવી રે ૧/૪

રૂડી મોક્ષદા પુણ્યરૂપ, એકાદશી આવી રે ;
જેના કેશવદેવ અનૂપ, મુનિ મન ભાવી રે. એ૦ ૧
માગશર સુદ મહા પર્વણી રે, મળિયે સંત સમાજ રે ;
ફૂલ મગાવો માલતી, કાજુ કેશવ પૂજા કાજ રે. એ૦ ર
પ્રીતે કેશવ પૂજીએ રે, શ્રીયા સહિત જગશ્યામ રે ;
સૂતાં બેઠાં ચાલતાં લૈયે, કેશવ કેશવ નામ રે. એ૦ ૩
નિયમ સહિત વ્રત ધારીએ રે, ગાઇએ કેશવ ગાન રે ;
બ્રહ્માનંદ કહે રાખીએ હિયે, કેશવ કેરું ધ્યાન રે. એ૦ ૩

મૂળ પદ

રૂડી મોક્ષદા પુણ્‍યરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી