આવી માગસર સુદ પુણ્યધામ એકાદશી સારી ર ૨/૪

 

આવી માગસર સુદ પુણ્યધામ, એકાદશી સારી રે ;
જેનું મોક્ષદા છે નામ, કેશવને પ્યારી રે. એ૦ ૧
કેશવ આગળ મેલીએ રે, કાજુ નૌતમ ફળ નારંગ રે ;
માલતી કેરાં ફૂલડાં લેઇ, ધરીએ તે અંગોઅંગ રે. એ૦ ર
શ્રી કેશવ આગે ધરો રે, તળિયા મોદક ત્યાર રે ;
દાન સાત અન્ન દીજીએ, મુખ કેશવનામ ઉચ્ચાર રે. એ૦ ૩
કામ ક્રોધ મદ ઇર્ષ્યા રે, તજી દીજે અહમેવ રે ;
બ્રહ્માનંદ વ્રત રાખીએ, રીઝે સુંદર કેશવદેવ રે. એ૦ ૩

મૂળ પદ

રૂડી મોક્ષદા પુણ્‍યરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી