આજ ઉત્સવ હરખ અપાર કેશવ કહીએ રે ૩/૪

આજ ઉત્સવ હરખ અપાર, કેશવ કહીએ રે ;          

કાજુ મોક્ષદા વ્રત સાર, એકાદશી રહીએ રે.                             કે૦ ૧
આવી પરમ એકાદશી રે, ગાઇએ કેશવ ગીત રે ;
કેશવ ચરણે કીજીએ, નિત પૂરણ અવિચળ પ્રીત રે.             કે૦ ર
તાલ મૃદંગ વજાડીએ રે, સજીએ ખૂબ સમાજ રે ;
કોડે કેશવ પૂજીએ અતિ, આનંદ મંગળ આજ રે.                    કે૦ ૩
કેશવ કેરી મૂરતિ રે, ધરીએ અતર માંય રે ;          
બ્રહ્માનંદ વ્રત રાખીએ, સર્વે જન્મમરણ દુઃખ જાય રે.           કે૦ ૩
 

મૂળ પદ

રૂડી મોક્ષદા પુણ્‍યરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી