પ્યારા પ્રભુ પ્યારા પ્રભુ ઓ મારા પ્રભુ વિરહે ઝૂરુ છું મારા નાથ, ૧/૧

પ્યારા પ્રભુ પ્યારા પ્રભુ, ઓ મારા પ્રભુ વિરહે ઝૂરુ છું મારા નાથ,
આવી ઝાલો વાલા મારો હાથ ....
આસુંડા પાડી તારી વાટડી જોઉ છું,
વહેલા આવોને મારા નાથ...આવી૦ ટેક
તમે આતમના આધાર છો, મારા હૈયા કેરા હાર છો,
તમે ક્યારે આવશો સ્વામી, હવે જલ્દી આવો સ્વામી...પ્યારા૦ ૧
તારા પ્રેમે પાગલ થઇ છું, તારા વિના દુઃખી બહુ છું,
મને નીંદરડી ન આવે, તારો વિરહડો સતાવે...પ્યારા૦ ૨
દિન કાઢુ દિશાઓ જોઇ, રાત કાઢુ છું રોઇ-રોઇ,
હવે આવો અંતર્યામી, વાલા જ્ઞાનસખીના સ્વામી...પ્યારા૦ ૩

મૂળ પદ

પ્યારા પ્રભુ પ્યારા પ્રભુ

મળતા રાગ

હરિકૃષ્ણ હરિકૃષ્ણ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી