નિત્ય રટીએ કેશવરાય સબ જગ સ્વામી રે ૪/૪

નિત્ય રટીએ કેશવરાય, સબ જગ સ્વામી રે ;
જેને નિગમ નેતિ કરી ગાય, અંતર જામી રે. સ૦ ૧
કેશવ મૂરતિ માધુરી રે, અતિ અદ્‌ભૂત રૂપ અપાર રે ;
નેણાં કમળ સરીખડાં, શોભે સુંદર શુભ ભુજ ચાર રે. સ૦ ર
પદ્મ શંખ કર જમણે રે, ચક્ર ગદા બીજી કોર રે;
શ્રીયા સહિત અતિ શોભતા, કાજુકેશવ નવલકિશોર રે. સ૦ ૩
શ્રદ્ધા સહિત વ્રત રાખશે રે, મુખ કરી કેશવ ગાય રે ;
બ્રહ્માનંદ બ્રહ્મ મોહલમાં, તે તો અમર અખંડિત થાય રે. સ૦ ૪

મૂળ પદ

રૂડી મોક્ષદા પુણ્‍યરૂપ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી