સહજાનંદી યુવાન છું હું, રહું ન ધ્યેય વિનાનો ૧/૧

સહજાનંદી યુવાન છું હું, રહું ન ધ્યેય વિનાનો;
પ્રગટ પ્રભુના અણગમતામાં ક્ષણ હું વિતાવું શાનો;
			તારો કે મારો પ્રભુ હું તારો........ટેક
ઠરાવ મારો આ જન્મારો, જીવીશ પ્રભુને માટે;
વચને જીવવું વચને  મરવું ટેક છે શિરને  સાટે;
				સહજાનંદી યુવાન.......૧
સંતને વચને મારીશ મનને, ચુરા કરીશ હું આ નિજ તનને;
દાસ  બનીને  સેવા  કરીને  રાજી  કરીશ  હરિજનને,
				સહજાનંદી યુવાન.......૨
સહજાનંદી સદા આનંદી હૈયે એક જ તાન;
રહી ઉછરંગી સુદૃઢ અંગી તન-મન કરું કુરબાન;
				સહજાનંદી યુવાન.......૩
હરિ અને ગુરુ વિના હુકમ કોઈનો નહિ કદીએ અનિર્દેશ  માથે;
એજ  મારો વહેમ જમાવે અખંડ હરિને સાથે;
				સહજાનંદી યુવાન........૪  
 

મૂળ પદ

સહજાનંદી યુવાન છું હું, રહું ન ધ્યેય વિનાનો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
પાર્થિવ ગોહિલ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
0
0