પોઢોને ઘનશ્યામ, પોઢોને ઘનશ્યામ, પોઢી જાઓ મારા હૈયા ૧/૧

		        પોઢોને ઘનશ્યામ, પોઢોને ઘનશ્યામ, પોઢી જાઓ મારા હૈયા (૨); 
રેશમની પથારી કરી છે પોઢોને મારા બાળ, પંપાળું મુજ હાથથી તુને જગતના પ્રતિપાળ;
સુંદર ઝીણી ધોતી પેરાવું પવન નાખું હાથ, પોઢી જાઓને બાલુડા મારા સુવાડુ મુજ સાથ.... પોઢોને. ૧
તનડા મારા ભૂખ્યા હો તો કેસરિયા દૂધ પાવું,  પોઢાડતાં  પોઢાડતાં  મીઠા મધુર હાલ ગાવું
ચુંબન કરું ગાલે તુને પોઢી જાઓ મારા લાલ, અતિ હેતાળા બહુ રૂપાળા મારા જીવનમાવ.... પોઢોને. ૨
સુગંધી અત્તર નાખુને ફોરમ છે અપાર બાલુડા, તુને પોઢાડવા મને હેતે વધ્યું  છે અપાર
પોઢંતા તુને દેખાવા પ્યારા મન મારું બેહાલ, પોઢાડું તો શાંતિ થાશે સુવોને મારા લાલ.... પોઢોને. ૩
 

મૂળ પદ

પોઢોને ઘનશ્યામ, પોઢોને ઘનશ્યામ, પોઢી જાઓ મારા હૈયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિરલ સુરાણી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
અક્ષરધામની ગાડી
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિરલ સુરાણી
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
પોઢો પ્રાણ આધાર
Studio
Audio
0
0