સુઇ જાઓ ભઇલા ઘનશ્યામ, આ વઇ જાય છે રાતડી આમ ૧/૧

સુઇ  જાવો  ભઈલા  ઘનશ્યામ, 

આ  વઈ જાય છે   રાતડી  આમ;

પછી  વઢશે  તમને  મૈયા 

રમવા  નહિ  જાવા દ્યે ભૈયા.   સુઈ   જાઓ.....૧

સુંદર  સારી  તૈયાર  કરી આ  શૈયા  તમારી  છે,

ઘનશ્યામજી સુવા  માટે  હજી  કેટલી   વાર છે;

આ  શૈયા  સ્વીકાર કરો સેવા  આપો  દયા  કરો,

થાક્યા  હશો મારા  ભાઈ

ધીમે ચાપું  હું  તમારા  પાય;   સુઈ  જાઓ ....૨

તારા  કુણા   કુણા  પાવલિયા  આ કેવા  મજાના છે

ચાપું હૈયે જયારે ત્યારે લાગે સુખ ખજાના છે

તારું મુખડું શોભે અપાર હું નિરખું વારંવાર

જ્યારે સુતા જોઉં તને તો

મને ઉપજે વાલ અપાર            સુઈ જાઓ .... ૩

સુઈ ગયા મારા જીવન હું નાખું એને પવન

વારે વારે નિરખી એને હું અતિ થયો છું પાવન

સુઈ ગયા સુણી મારો ભાવ રાજી કરવા અમોને માવ

કરે બધું, સુણે છે બધું,

એવા દયાના છે દરિયાવ            સુઈ જાઓ .... ૪

મૂળ પદ

સુઇ જાઓ ભઇલા ઘનશ્યામ, આ વઇ જાય છે રાતડી આમ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0