ઘનશ્યામજી મારા તુજમાં ડૂબાડો, કરુણાની મૂર્તિ મારો તું છે સીમાડો ૧/૧

ઘનશ્યામજી મારા તુજમાં ડૂબાડો, કરુણાની મૂર્તિ મારો તું છે સીમાડો

બાળક બુદ્ધિમાં હું  હુંમાં તણાવું, કરુણા કરીને મને તમ માંહી તાણો

                                        મને  ભલે ના ગમે તોય ડૂબાડો...          ઘન..૧

તરણું ય તૂટે નહિ કદીયે મુજથી, તોય મનાય થયું થાય છે આ મુજથી

                                        એવું આ અહં મારું તુંમાં સમાવો...        ઘન..૨

હું ને સ્વભાવો વાલા મુજથી ન  છૂટે,પલટાવો તુંમાં સર્વે હું ભલે રૂઠે

                                        તમને ગમે એમાં દયા ન રાખો...           ઘન..૩

મુજથી તો નથી વાલા ડૂબી શકાતું, દાસપણું મુજથી નથી થાતું

                                        દયા કરીને બળથી તમે કરાવો...           ઘન..૪

હું ના સીમાડે પીયુ આવી ઉભો છું, હાથ ગ્રહોને વાલા થાકી ગયો છું

                                        શક્તિ નથી હવે તો પકડીને રાખો...     ઘન..૫

રક્ષા કારો વાલા હું અજ્ઞાનથી, હું માં છવાઓ વાલા સદા આરામથી

                                        પ્રાર્થના છે સદાયે તું માં સમાવો...          ઘન..૬

મૂળ પદ

ઘનશ્યામજી મારા તુજમાં ડૂબાડો, કરુણાની મૂર્તિ મારો તું છે સીમાડો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રકાશકુમાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0