રક્ષા કરો છો રાતદી મારી, અહો શું કરુણા ગુરુજી તમારી ૧/૧

રક્ષા કરો છો રાત –દિ મારી

અહો, શું કરુણા ગુરૂજી તમારી

સંભાળ લો છો રાત-દિ મારી

છોડી તમારી સહુ સુખાકારી

રક્ષા કરો છો રાત –દિ મારી….

 

બાળ તમારો હું દોષ ભરેલો (૨)

અવગુણીયો ને અધર્મી સડેલો

દોષો જોયા વિના જ પોષો છો.

બદલામાં મેણા, ધોખા સહો છો

રક્ષા કરો છો રાત –દિ મારી…

 

વિઘ્નો ભયંકર આવતા પહેલા (૨)

ભૂલો ભૂલી પધારો છો વહેલા

સુખ- દુઃખ સર્વ ભૂલી તમારા

રાત-દિ જાગો છો તમે એક ધારા

રક્ષા કરો છો રાત –દિ મારી…

 

આત્યન્તીકી નિષ્ઠા રખાવવા (૨)

પ્રભુ! પ્યારો કરીને પ્રભુમાં સમાવા

માત્ર પ્રભુજીની ચેતના રહેવા

આ બાળકની કરો છો સેવા

રક્ષા કરો છો રાત –દિ મારી…

 

અનિર્દેશને અખંડ સુખિયો જ કરવા(૨)

સર્વ છોડાવીને પ્રભુમાં જ ઠરવા

જોખમ ખેડીને રક્ષા કરો છો

વાત્સલ્ય ક્ષમાના ધોધે વહો છો

રક્ષા કરો છો રાત –દિ મારી… 

મૂળ પદ

રક્ષા કરો છો રાતદી મારી, અહો શું કરુણા ગુરુજી તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિડિયો
પ્રકાશકુમાર
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Live
Audio & Video
0
0