માત તમે છો ઘનશ્યામ મારા પ્યાર અમોને દેતા રે ૧/૧

માત તમે છો ઘનશ્યામ મારા પ્યાર અમોને દેતા રે

તાત તમે છો સાચા મારા, પોષણ પ્રીતે કરતા રે

બંધુ તમે છો ,સખા તમે છો,સદા તમે છો હિતકારી રે

વિદ્યા તમે છો એક પ્રભુજી વિનય શીખવો ભારી રે ...માત..૧

સંપત તમે છો એવી અમારી જે નવ કોઈ લૂંટે રે

સંગ તમારે રહેવા દેજો જન્મોના બંધન તૂટે રે....... ... માત..૨

ભાગ્ય ઘણા છે ઘનશ્યામ મારા આજ તમોને મળતા રે

નિર્મળ આનંદ હૃદયે ઉભરે આપને ચરણે નમતા રે..... માત..૩ 

મૂળ પદ

માત તમે છો ઘનશ્યામ મારા પ્યાર અમોને દેતા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


બાલ કલરવ
Studio
Audio
0
0