મારો નાથ વાલીડો વિજોગી ગયો, અમ એકલાને અહીં મૂકી ગયો ૧/૧

 મારો નાથ વાલીડો વિજોગી ગયો,

અમ એકલાને અહિ મુકી ગયો

વાલો સંતો સાથે ગામડે ગયો,

ત્યાં ભક્તોને વાલમ વશ થયો

મારો નાથ વાલીડો વિજોગી ગયો

 

તમે સાથે રહેતા ને રહેશો સદા,

એમ માની લીધેલું મે મનમાં

આવુ સપને ય મેં તો ધાર્યુ નો’તુ,

તમે ચાલ્યા જશો પ્રભુ વડતાલમાં

ગઢપુરવાસી અમે દુઃખી થયા,

વડતાલે આનંદ ઉત્સવ ગયો

મારો નાથ વાલીડો વિજોગી ગયો

 

તમે ગામડે ગામડે ફરશો હરિ,

ક્યારે ગઢપુર આવશો દયા કરી

તમે અહીં આવો કે ત્યાં તેડાવો,

તમ વિના નથી જીવાતુ જરી

અન્ન જળ અમને ભાવતું નથી,

અમ નિંદરને પણ તું તો લેતો ગયો

મારો નાથ વાલીડો વિજોગી ગયો

 

અન્નજળ મુકી સૌ તડપે છે,

મુખ બોલે છે હરિ હરિ હરિ

હવે આવતા વાર લગાડશો તો,

અમ મખ ન જોશો ફરી હરિ

મારો નાથ વાલીડો વિજોગી ગયો

મૂળ પદ

મારો નાથ વાલીડો વિજોગી ગયો, અમ એકલાને અહીં મૂકી ગયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0