હાય હરિ હાથથી છૂટી ગયા, રડવડતી નાથ મને મૂકી ગયા ૧/૧

 મૂકી ગયા,મૂકી ગ���ા

હાય હરી હાથથી છુટી ગયા (૨)

રળવળતી નાથ મને મૂકી ગયા (૨)

હાય હરી હાથથી છુટી ગયા.......

 

માંડ કરી નાથ અમે થયા’તા સભાગિયા

થઇ ગયા કેમ અમે અરે રે અભાગિયા.

જાણી માણી નાથ તને, કેમ હવે ભુલુ મને

કેવા સુખ દીધા તમે અપરંપાર

વિરહના બાણ મને વાગી ગયા... રળવળતી..૧

 

એક દી તો નાથ તારે મળવું જ પડશે

દુઃખ દર્દ જોઇ મારુ હૈયું તારુ રડશે.

વિતે ભલે વર્ષો લાખો, રોઇ રોઇ ફુટે આંખો

તોય નહિ ભુલુ તને મારા ભરથાર

અધુરા સુખ મારા બાકી રહ્યા...   રળવળતી..૨

 

મળ્યા ત્યારે કેવા મને મન મૂકી મળીયા

હેતે ભેટી પ્રેમે ચુમી હૈયે હૈયા દળીયા

મીઠા મીઠા વેણ બોલી, યુગયુગની પ્રીત ખોલી

પછી એકલીને મેલી ચાલ્યા કિરતાર

જ્ઞાન સખી ઉપર ફરી કરજો દયા ..રળવળતી..૩

મૂળ પદ

હાય હરિ હાથથી છૂટી ગયા, રડવડતી નાથ મને મૂકી ગયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0