ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે શામળિયાની સંગે ૧/૪

 

ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે, શામળિયાની સંગે ;
ચૂવા ચૂવા ચંદન ઓર અરગજા, માટ ભર્યાં છે રંગે. ઉઠ૦ ૧
જમુનાને કાંઠે જગજીવન, ખેલ રચ્યો મતવાલે ;
ગોપીજનને સંગે ગિરિધર, રંગની રેલું વાલે. ઉઠ૦ ર
ખાંતીલો મનમોહન ખેલે, હાથ લિયે પિચકારી ;
અંગ ઉમંગ ગુલાલ ઉડાવત, લૂંબ ઝૂંબ પીયુ પ્યારી. ઉઠ૦ ૩
ગોપી ગ્વાલ બાલ સબ ખેલત, ભીડ મચી મતવાલી ;
મતવાલો કરમાં લઇ મોરલી, ગાવત દે દે તાલી. ઉઠ૦ ૪
માન કહ્યું તું આળસ તજીને, ચાલ ચાલ સહેલી ;
બ્રહ્માનંદના વહાલાને સંગે, ખેલશું લજ્યા મેલી. ઉઠ૦ પ

મૂળ પદ

ઉઠ ઉઠ સખી રમવાને જાઇયે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી