ના જાશો પીયુ તમે, ના છોડો હવે મને ૧/૧

ના જાશો પિયુ તમે ના છોડો વાલમ મને

જાણી દાસી તમારી માફ કરી દ્યો મને

     ના જાશો પિયુ તમે ના છોડો વાલમ મને

અજ્ઞાની છુ હું અબળા ભુલ્યો કરી છે મેં

ભુલ્યો હવે નહિ કરું (૨) રાજી થાઓને તમે

ના જીવું તારા વિના, હા મરું તારા વિના

જાણી દાસી તમારી માફ કરી દ્યો…૧

થયું હેત તારી સાથે, ટાળ્યું નહિ ટળે

કરું કોટી કોટી પુણ્યો તોય તું તો ના મળે

મળ્યા છો કૃપાએ હવે રહો દયાએ

જાણી દાસી તમારી માફ કરી દ્યો…૨

રડે છે જ્ઞાન સખી જીવન તમારે કાજ

સુખ આપ્યા છે અતિશે કર્યાં અમારા કાજ

ના રહું હવે છેટી,હા રહો સદા ભેટી

જાણી દાસી તમારી માફ કરી દ્યો…૩ 

મૂળ પદ

ના જાશો પીયુ તમે, ના છોડો હવે મને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮


કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0