વાળી મેં તો ગાંઠ એક તને પામવાની, પામ્યા વિના નાથ તમને નથી હું રહેવાની ૧/૧

 વાળી મેં તો ગાંઠ એક તને પામવાની

પામ્યા વિના નાથ તમને નથી હું રહેવાની

વાલા વાળી મેં તો  ગાંઠ…

 

ભલે આવે લાખો એમાં વિઘ્ન હઠીલા.

તોડીશ એને તારે બળે નથી પડવું ઢીલા

હિંમત છે તારે માટે મરી મટવાની

વાળી મે તો ગાંઠ એક તને પામવાની એક

 

સર્વોપરી જાણી તને સ્નેહ કર્યો છે.

જાણી બીજા સર્વે ઓળા હૈયે તું ધર્યો છે.

આત્મસુધા નાથ સર્વ તને જ દેવાની

વાળી મે તો ગાંઠ એક તને પામવાની એક

 

તારા વિના કોઇ સુખો મારે નથી જોતા

બની તારી દાસી કરું તારે ઘરે પોતા

જ્ઞાન સખી તુજ વિના સર્વે છોડવાની

વાળી મે તો ગાંઠ એક તને પામવાની એક

મૂળ પદ

વાળી મેં તો ગાંઠ એક તને પામવાની, પામ્યા વિના નાથ તમને નથી હું રહેવાની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0