હરિ પ્રીત તું કર, મુથી છેટો ન ફર,
તારા માટે રડું છુ, મને દુઃખી ન કર.
મારે મળવું તને, તું મળને મને,
તારા માટે રડું છું, મને દુઃખી ન કર.... હરિ.૧
આવ્યો ધામમાંથી હરિ મારા માટે,
હવે શીદને રડાવે હરિ તારા માટે.
તું માગે તે આપુ હું તારા માટે,
મને કરને પિયા તું તારા માટે (૨)
લ્યો કરમાં કર, તમે મારા છો વર
તારા માટે રડું છું, મને દુઃખી ન કર..... હરિ.૨
મારા મનમાં વ્હાલા એક વાત હતી,
હું તો તમને મળવા વ્હાલા જીવતી હતી.
હવે જીવન જીવીને શું રે કરુ,
તારા માટે રળવળીને નાથ મરું.
મને મરવા ન દે, આવી દયા કર,
તારા માટે રડું છુ, મને દુઃખી ન કર..... હરિ.૩
જ્ઞાન જીવનનું જીવન તમે હરી,
મેં સાચી તારામાં પ્રીત કરી.
તમે સુપ્રીમ ગોડ છો એક હરી,
એમ સમજી સ્નેહીડા હું તમને વરી
મારા સમરથ ધણી મને બાથ તું ભર,
તારા માટે રડું છુ, મને દુઃખી ન કર.... હરિ.૪